ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કામાં યોજાયેલા મતદાનમાં વડોદરા જિલ્લાનાં કરજણ નગર સહિત તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોએ અનેરા ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતુ. નગરનાં તમામ બુથો પર મતદારોની લાંબી કતારોનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

કરજણ તાલુકામાં કુલ 1,98,198 મતદારો મતાધિકાર ધરાવે છે. જે માંથી સાંજના 4 વાગ્યા સુધીમાં મળતા અહેવાલો અનુસાર કુલ 69.58 ટકા મતદાન થવા પામ્યું હતું. સૌથી મહત્વની અને નોંધપાત્ર વાત જાણવા મળી હતી કે કરજણ નગરમાં વસતા 12 વ્યંઢળો માંથી 3 વ્યંઢળોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના સ્તંભને મજબૂત બનાવવાનું સરાહનીય કાર્ય કરી એક ઉમદા દ્રષ્ટાંત પુરૂ પાડયુ હતુ.કરજણ તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારોએ અનેરો ઉત્સાહ દાખવી ભારે મતદાન કર્યુ હતું.વહેલી સવારથી જ પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના વલણ, સાંસરોદ, હલદરવા, માંકણ તથા મેસરાડ જેવા ગામોમાં મતદારોએ ખુબ જ ભારે ઉત્સાહ સાથે મતદાન માટે લાંબી કતારો લગાવી હતી.

એક અહેવાલ અનુસાર વલણ, સાંસરોદ, હલદરવા, માંકણ તથા મેસરાડમાં અનુક્રમે 72.50, 65.80, 68.28, 70.46, 74.28 ટકા જેટલું ભારે મતદાન થવા પામ્યું હતું.

LEAVE A REPLY