Connect Gujarat
ગુજરાત

નવસારી હાઇવે પર લૂંટને અંજામ આપનાર લૂંટારુઓ ઝડપાયા

નવસારી હાઇવે પર લૂંટને અંજામ આપનાર લૂંટારુઓ ઝડપાયા
X

નવસારી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ગણેશ સિસોદ્રા પાસે મોડી રાત્રે સુરત થી મુબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ચાર દિવસ અગાઉ લૂંટની ઘટના બની હતી. જે ઘટનામાં એલ.સી. બીએ છ આરોપીઓની ઘરપકડ કરી હતી.

ચાર દિવસ પહેલા સુરત થી પુના જતી બસમાં નવસારીનાં સિસોદ્રા ગામ પાસે આંગડિયા પેઢીનાં કર્મચારી લાલદેવ પ્રસાદ વર્મા સોનાચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા લઈને પાઉલો ટ્રાવેલ્સમાં મુંબઈ જતા હતા, ત્યારે કેટલાક લુંટારુઓ એ બસ રોકીને લાલદેવ પાસેથી 4.8 કરોડની માલમત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

ઘટનાની જાણ પાલીસે ને થતા પોલીસે 3 ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. અને છ આરોપીને ઝડપી પાડવામાં એલ.સી.બી પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપી પાસેથી 1.31 કરોડનો મુદ્દા માલ પણ રિકવર કર્યો હતો.

આ લૂંટનો મુખ્ય સુત્રધાર પાઉલો ટ્રાવેલ્સની બસનો ડ્રાઈવર દાના હરિ ભરવાડ જ નીકળ્યો હતો, પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી, અને આયોજન બધ્ધ ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત તેને કરી હતી.

નવસારી એલસીબી પોલીસે બસ ચાલક દાના ભરવાડ સહિત અન્ય આરોપીઓ ભરત ખેંગાર ભોકળવા, તેજા લક્ષ્મણ ભરવાડ, રણજીત ઉર્ફે રણિયો ભરવાડ, મુન્ના ડામાભાઈ ભરવાડ, સમીર ઉર્ફે લારીયા સૈયદનાં ઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટેનાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story