ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડયુટી ઘટ્યા બાદ પણ વધારો થઇ રહ્યો છે, અને વધુ એક વખત ભાવમાં વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુરુવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે લોકોને 69.07 રૂપિયા ચૂકાવવા પડી રહ્યા છે, ત્યારે ડીઝલ 58.33 રૂપિયા પ્રતિ લિટરમાં મળી રહ્યુ છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત થઇ રહેલા આ વધારા માટે ક્રૂડ ઓઇલની વધતી કિંમત જવાબદાર છે.

એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. જો આ વખતે આ શક્ય થયુ તો સરકારની તરફથી આ વખતે રાહત મળવાની આશા ઓછી છે. પેટ્રોલિયમ મિનિસ્ટર ઘર્મેન્દ્ર પ્રધાને બુધવારનો પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને લઇને ચિંતા વ્યકત કરી છે.

કેન્દ્ર સરકાર પહેલા જ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો થી રાહત મેળવવા માટે એક્સાઇઝ ડ્યૂટી ધટાડી ચૂકી છે. આ સાથે કેટલાક રાજ્યોમાં વેટમાં પણ ધટાડો કરી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત થઇ રહેલા આ વધારા પછી અન્ય રાજ્યો પર વેટ ધટાડવા માટે દબાણ થશે તેમ કહેવામાં આવી રહ્યુ છે.

 

LEAVE A REPLY