રાજકોટ શહેરનાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. શહેરનાં હરિધવા રોડ પર નાસ્તો કરવા માટે આવેલા ગોપાલભાઈ ઠૂંમરનાં એકટીવામાં રાખેલ 4.77 લાખની રકમની ચોરી કરીને અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો.

આ ઘટના અંગેની ફરિયાદ શહેરનાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અને પોલીસે ઘટના સ્થળનાં સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર મામલે સીસીટીવીમાં દેખાતા વ્યક્તિની ઓળખ સહિતની તપાસ શરુ કરીને ચોરને દબોચી લેવા માટેની કવાયત પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.

LEAVE A REPLY