ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં બીજા તબક્કાનાં મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં ભૂતપૂર્વ અને પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદનાં ઘાટલોડિયા માંથી મતદાન કર્યુ હતુ.

આ ઉપરાંત વડાપ્રધાન મોદી રાણીપ માંથી મતદાન કરશે જ્યારે અરુણ જેટલી વેજલપુર બેઠક પરથી મતદાન કરશે. તે સિવાય ભાજપના દિગ્ગજ નેતા એલ.કે અડવાણી પણ જમાલપુર ખાડિયાથી મતદાન કરશે. આગામી 18 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

 

LEAVE A REPLY