ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં  બીજા તબકકાની 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થયું હતું. જોકે EVMમાં ખામીની ફરિયાદો ઉઠવા પામી હતી.

બીજા તબક્કામાં બનાસકાંઠામાં સૌથી વધુ 70 ટકા મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા છતા મતદારોની લાઈન જોવા મળતા તેમને  ટોકન આપવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો હતો, અને બીજા તબક્કામાં અંદાજીત 65 થી 70 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું હતુ.

આ સાથે જ બીજા તબક્કાના 851 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થયુ હતુ. 18 તારીખે મતગણતરી હાથ ધરાશે અને ઉમેદવારોનાં  ભાવિનો ફેંસલો થશે.

LEAVE A REPLY