વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેનાને પહેલી સ્કોર્પીયન ક્લાસની સબમરીન કલવરી સમર્પિત કરી હતી.આ સબમરીન દુનિયામાં સૌથી ઘાતક ગણાય છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ  જણાવ્યુ હતુ કે ભારત પાસે 7500 કિમી લાંબો દરિયા કિનારો છે અને 1300 જેટલા નાના-મોટા ટાપુઓ છે. જે ભારતની તાકાતમાં વધારો કરી શકે એમ છે. હિન્દ મહાસાગર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વસ માટે ખૂબ મહત્વનો છે.

 

 

કહેવામાં આવે છે કે, 21મી સદી એશિયાની સદી છે. તે પણ નક્કી છે કે, તેનો રસ્તો હિન્દ  મહાસાગર થઈને જ જાય છે. એમ કહીને તેમણે સબમરીન નૌસેનાને સમર્પિત કરી હતી.

આ કાર્યક્રમમાં  ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ, નેવી ચીફ એડમિરલ સુનીવ લામ્બા, વાઈસ એડમિરલ ગિરીશ લુથરા સહિત ઘણા ઓફિસર હાજર રહ્યા હતા.

LEAVE A REPLY