ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં રાણીપની શાળામાં મતદાન કર્યુ હતુ.

 

બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક દિગ્ગ્જ નેતાઓએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પીએમ મોદીએ પણ અમદાવાદનાં રાણીપ ખાતેની નિશાન વિદ્યાલયમાં મતદાન કરવા માટે કોમન મેનની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યુ હતુ.

પીએમ મોદી વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર વિધાનસભામાં મતદાન કર્યુ હતુ. મોદીએ મોટા ભાઈનાં આશીર્વાદ લઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાણીપ નિશાન શાળાનાં મતદાન મથક બહાર પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અને પીએમ મોદીએ સૌનું અભિવાદન પણ ઝીલ્યુ હતુ.

 

LEAVE A REPLY