ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કામાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો છે, જોકે શારિરીક રીતે અશક્ત નાગરિકોએ યુવાનો અને મતદાનમાં આળશ કરતા લોકો માટે એક મિશાલ બન્યા છે.

વડોદરામાં વિધાનસભાની ચૂંટણીનાં મતદાન પ્રસંગે 74 વર્ષીય હર્ષદભાઈ પટેલનો મતદાન પ્રત્યેનો જુસ્સો જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.હર્ષદભાઈ એ એક અકસ્માતની ઘટનામાં પોતાના બંને પગ ગુમાવી દીધા હતા, પરંતુ મજબૂત મનોબળ અને મહેનત થી આજે પણ તેઓ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

હર્ષદભાઈ પટેલે જણાવ્યુ હતુ કે તેઓ 20 વર્ષનાં  હતા ત્યારે એક રેલવે અકસ્માતમાં તેઓએ પોતાનાં બંને પગ ગુમાવ્યા હતા.આજે 50 વર્ષે પણ તેઓ આ દુઃખદ ઘટનાને ભૂલી નથી શક્યા પરંતુ પોતાના મજબૂત મનોબળ થકી તેઓએ જીવનની વિટંમણાને પણ હડસેલી દીધી છે.

લોકશાહીનું પર્વમાં પણ હર્ષદભાઈ પટેલે ઉત્સાહભેર મતદાન કર્યુ હતુ,અને લોકોને પણ લોકશાહીનાં પર્વમાં પવિત્ર મતનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

 

LEAVE A REPLY