વડોદરા જીલ્લાની વાઘોડિયા બેઠક ઉપર આવેલ નંદેસરી ગામ ખાતે એક પરિવારમાં અંજના પરમાર નામની પ્રોજેરિયા થી પીડિત યુવતીએ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પ્રોજેરિયાની બીમારીનાં કારણે અંજના પરમાર પોતાનાં ઘરનું આંગણું પણ નથી ઓળંગતી પરંતુ મતદાનનાં દિવસે મતદાન કરવાનું નથી ભુલી. અને લોકશાહીનાં પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેરિયા નામક બીમારી ” પા ” નામની ફિલ્મમાં અમિતાભ બચ્ચનને થઈ  હોવાનું દર્શાવવામાં આવ્યુ હતુ. આ પ્રોજેરિયા નામક  જીવલેણ બીમારી થી પીડિત અંજના પરમારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરીને ભવિષ્યને વધુ ઉજળુ બનાવવા માટેની અપીલ કરી હતી.

 

LEAVE A REPLY