વડોદરા શહેરનાં છાણી રોડ ઉપર આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતા ભાગીરથી દેવીએ લોકશાહીનાં પર્વમાં મતદાન માટે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો, અને પોતાનાં પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને પ્રેરણારૂપ બન્યા છે.

ભાગીરથી દેવી દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવા જાય છે. આટલી ઉમંરે તેઓ આજે પણ પોતાનાં  મકાનનાં  ટેરેસ ઉપર બનાવેલા બગીચાની માવજત અને ભગવાનનાં  સ્મરણ સાથે પોતાનો દિવસ પસાર કરે છે. તેમના ખોળે ચોથી પેઢી રમી રહી છે. પ્રપૌત્રની 5 વર્ષની દીકરીને રોજ અવનવી વાર્તા પણ સંભળાવે છે. તેમણે મતદાન કરી યુવા પેઢીને મતદાન કરવા અપીલ કરી હતી.

આજનાં  સમયમાં મહિલાઓ પોતાના સફેદ થઇ ગયેલા વાળ છૂપાવવા માટે હેર ડાઇનો ઉપયોગ કરે છે. પરંતુ, 108 વર્ષે પણ અડીખમ ભાગીરથી દેવીનાં  વાળ આજે પણ કાળા જ છે. તેઓ નિયમિત વહેલી સવારે 4 કલાકે ઉઠી જાય છે.અને પોતાની જાતે જ તેમના નિત્યક્રમ પણ પૂર્ણ કરીને પોતાનાં  જ રૂમમાં આવેલા ભગવાનનાં  મંદિરમાં  દીવો પ્રગટાવી પ્રભુ સ્મરણ કરે છે.

સવારનો નિત્યક્રમ ભાગીરથી દેવીએ પૂર્ણ કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે મતદાન કરવા નીકળી પડ્યા હતા. પોતાને વોટ આપી તેમણે યુવાપેઢીને લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બનવા ખાસ અપીલ કરી હતી.

 

LEAVE A REPLY