સોમનાથ જૂનાગઢ રોડ પરથી પસાર થતી એક ઇનોવા કાર મેગળ નદીનાં બ્રિજ ઉપરથી નદીમાં ખાબકી હતી, સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓનાં કરુણ મોત નિપજ્યા હતા.સોમનાથ જૂનાગઢ રોડ પર ગડુ ગામ નજીક થી પસાર થતી મેગળ નદીનાં બ્રિજ ઉપર થી એક ઇનોવા કાર સળસળાટ પસાર થઇ રહી હતી,જોકે ઇનોવા કારનાં ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા કાર બ્રિજ પરથી અંદાજીત 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી.

સર્જાયેલી ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY