અંકલેશ્વરની શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટ્સ-કોમર્સ કોલેજનાં NSSનાં વાર્ષિક શિબિરમાં વ્યાખ્યાન માળા યોજવામાં આવી હતી. જે.સી.આઈ ટ્રેનર મયંક બુચ દ્વારા નવા હરીપુરા ગામ ખાતે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ સ્વયંસેવકોને સેવાનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.

આ પ્રંસગે કડકીયા કોલેજનાં ડો. વર્ષાબેન પટેલ તેમજ પ્રાધ્યાપક હરેશ પરીખ દ્વારા સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સિવિલ ડિફેન્સ માટે વિદ્યાર્થીઓને CPR આપવા અંગેની ટ્રેનિંગ સહિત સિવિલ ડિફેન્સના સબ ઇન્સ્પેક્ટરની કામગીરી અંગે વાકેફ કર્યા હતા.જ્યારે બીજા દિવસે સવારે બેટી બચાવો બેટી પઢાવોનો પ્રચાર પ્રસાર માટે રેલી પણ યોજવામાં આવી હતી.

 

 

LEAVE A REPLY