અંકલેશ્વર જીઆઇડીસીની રોકડીયા ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા છ જુગારીયાઓને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.

ભરૂચ એલસીબી પોલીસે મળેલી ચોક્કસ બાતમીનાં આધારે અંકલેશ્વર જીઆઇડીસીની રોકડીયા ચોકડી પાસે ચાલતી જુગારની મહેફિલ પર રેડ કરી હતી, અને પોલીસની રેડમાં જુગાર રમતા છ જુગારીયાઓ રંગે હાથ ઝડપાય ગયા હતા.એલસીબી પોલીસે છ જુગારીયાઓ ની ધરપકડ સાથે રોકડા રૂપિયા 32,600 અને 6 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 18000 મળીને કુલ રૂપિયા 50,600નો મુદ્દમાલ જપ્ત કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.

LEAVE A REPLY