જૂનાગઢનાં ખાડિયા વિસ્તારમાં અંગત અદાવતમાં કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરનાં દિયર ઉપર ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.

જૂનાગઢનાં ખાડીયાનાં નામચીન બુટલેગરની ગેંગે ફાયરિંગ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હુમલા ખોરોએ પડોસમાં રહેતા યુવાન ઉપર ત્રણ ગોળી મારી પરંતુ સદ્દનસીબે યુવાન બચી ગયો હતો.

ઘટના સ્થળેથી કાર્ટીસનું એક જ ખાલી ખોખું પોલીસને મળી આવ્યુ હતું અને પોલીસે ઘટના બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.

જયારે હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા ઘટનામાં સઘન તપાસ શરુ કરવામાં આવી છે.અને આરોપીઓને દબોચી લેવા માટેની કવાયત પણ શરુ કરી છે.

 

LEAVE A REPLY