નવસારીનાં વિજલપોરમાં બનાવટી હથિયારનાં લાયસન્સ સાથે બાર બોર ગન, અને 4 જીવતા કાર્ટિશ સાથે એસઓજીએ 32200નાં  મુદ્દામાલ સાથે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે એ માટે શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેને અનુરૂપ વિજલપોરમાં આવેલ સુરભી કોમ્પલેક્ષમાં લાયન્સ ઇન્ડટ્રીયલ સિક્યુરિટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લીમાં ગનમેન તરીકે  નોકરી કરતા લવકુમાર રામસેવક શુક્લાએ અલ્લાહાબાદ ડીસ્ટ્રીક મેજિસ્ટ્રેટનાં  નામનું બોગસ લાયસન્સ બનાવી નવસારીમાં એચ.ડી.એફ.સી બેંકનાં  એટીએમ તથા સેન્ટ્રલ બેંકનાં  એટીએમમાં રૂપિયા લોડિંગ કરતી ગાડીમાં ગનમેન તરીકે  2 વર્ષથી બોગસ લાયસન્સ પર ફરજ  બજાવી રહ્યો હતો.

જે અંગે નવસારી જિલ્લા એસઓજીને જાણ થતા લવકુમાર રામસેવક શુક્લાને બોગસ હથિયાર પરવાના તેમજ બાર બોર ગન,અને 4 જીવતા કાર્ટિશ સાથે નવસારી જિલ્લા એસઓજીએ કુલ રૂપિયા 32,200નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડીને વધુ તપાસ  હાથધરી છે.

LEAVE A REPLY