ભરૂચ શહેરનાં કસક પાસે આવેલ પ્રીતમ નગર સોસાયટીનાં એક બંગલા માંથી સોનાચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળીને 10.06 લાખની ચોરી થઇ હતી, જે ઘટનામાં પોલીસને સફળતા મળી છે, પોલીસે ચોરીને અંજામ આપનાર દંપતીની ધરપકડ કરી હતી.

ભરૂચ શહેરનાં કસક પાસે આવેલ પ્રીતમ નગર – 1માં બંગલા નંબર 65માં રહેતા અશોક જયવંતભાઈ  ચવ્હાણનાં ઘર માંથી તારીખ 14મી ડિસેમ્બરનાં રોજ સવારનાં સમયે ઘરનો દરવાજો ખુલ્લો હોય તસ્કરો દ્વારા આ તકનો લાભ લઈને ઘરમાં પ્રવેશ્યા હતા,અને બેડરૂમનાં કબાટની ચાવી શોધી કાઢીને કબાટ માંથી સોનાચાંદીનાં દાગીના તેમજ રોકડ રૂપિયા મળીને કુલ રૂપિયા 10.06 લાખની માલમત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ઘટના અંગે અશોક ચવ્હાણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,અને ચોરી પાછળ જાણભેદુનો હાથ હોવાની  શંકા વ્યક્ત કરવામાં આવી હતી,જેના આધારે સી ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ સ્ટાફનાં પીએસઆઇ એસ.બી.વરે અને તેમની ટીમે તપાસ શરુ કરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસે અશોક ચવ્હાણનાં  ઘરે અગાઉ કામ કરતી કામવાળી કાજલ કમલેશભાઈ પરમારની સઘન પૂછપરછ કરતા તેણીએ ચોરીની કબૂલાત કરી હતી,અને તેના પતિ કમલેશ પરમારની સંડોવણી પણ બહાર આવતા પોલીસે આ દંપતીની ધરપકડ કરીને ચોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.અને  વધુ તપાસ શરુ કરી હતી.

 

LEAVE A REPLY