Connect Gujarat
ગુજરાત

મુંબઈ ખાતે યોજાયેલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અંકલેશ્વરનાં યુવાને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ

મુંબઈ ખાતે યોજાયેલ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અંકલેશ્વરનાં યુવાને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ
X

મુંબઈ ખાતે યોજાયેલ જેરાય ક્લાસિક ગ્રેન્ડ 2017 બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અંકલેશ્વરનાં યુવાને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ હતુ.

જીમ સંચાલક દિપ્તેશ ઉર્ફે મોન્ટુ પટેલ મેલ મસલ માસ્ટરમાં ટોપ ટેન સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. 2003 અને 2004માં સુરત અને અમદાવાદ ખાતે મિસ્ટર ગુજરાત ખિતાબ મેળવ્યો હતો. 13 વર્ષ બાદ ફરી સ્પર્ધામાં સક્રીય ભાગ લેતાજ ટોપ ટેન સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

તારીખ 9 અને 10 ડિસેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં મુંબઈ ખાતે આવેલ ગોરેગાંવમાં જેરાય ક્લાસિક ગ્રેન્ડ 2017 દ્વારા બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 6 અલગ અલગ ઇવેન્ટ યોજાવામાં આવી હતી.

અંકલેશ્વરનાં

જેમાં ફિટનેશ મોડલ, મેલ મસલ્સ મોડલ, મેલ મસલ્સ માસ્ટર, મહિલા માટે બિકીની દિવા, સ્ટ્રોંગ મેન ઓફ ઇન્ડિયા, અને સ્ટ્રોંગ વુમન ઓફ ઇન્ડિયા જેવી કેટેગરીમાં અંકલેશ્વરનાં જીમ સંચાલક દિપ્તેશ પટેલ ઉર્ફે મોન્ટુભાઈ દ્વારા મેલ મસલ્સ માસ્ટર મિસ્ટર ઇન્ડિયામાં ભાગ લીધો હતો.

દેશભર માંથી હજારો સ્પર્ધક માંથી તેવો ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ હતુ. આ અગાઉ 2003 અને 2004માં અમદાવાદ અને સુરત ખાતે મિસ્ટર ગુજરાતનો ખિતાબ મેળવનાર દિપ્તેશ પટેલ ઉર્ફે મોન્ટુભાઈ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં 13 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતુ અને લાંબા સમય બાદ ફરી એકવાર તેમને જેરાય ક્લાસીક ગ્રેન્ડ 2017માં 40 વર્ષની ઉંમરે પણ ટોપ ટેન સ્થાન પ્રાપ્ત કરી ફરી એકવાર અંકલેશ્વરનું નામ રાજ્ય તેમજ નેશનલ લેવલ પર અંકિત કર્યુ હતુ.

Next Story