ગુજરાત વિધાસભાની ચૂંટણી માટેનાં  બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આગામી 18 તારીખનાં  રોજ પરિણામો આવવાના છે, તે પહેલા જ ભાજપનાં એક ઉમેદવારની દાદાગીરીનો સીસીટીવી વિડીયો બહાર આવ્યો છે.

રાજકોટ પૂર્વ એટલે કે વિધાનસભા ક્ષેત્ર 68 ભાજપનાં  ઉમેદવાર અરવિંદ રૈયાણીએ  લીંબસિયા બંધુઓ  ધર્મેશ લીંબસિયા અને ગૌતમ લીંબસિયાની ઓફિસમાં ઘુસી જઈ તેમને માર મારતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

જે અંગેની ફરિયાદ શહેરનાં બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

બીજી તરફ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ફરિયાદીએ જણાવ્યું હતુ કે મે વિધાનસભા 68 માં કોંગ્રેસનાં ઉમેદવાર મિતુલ દોંગા જીતી રહ્યા હોવાનું કહેતા અરવિંદ રૈયાણીએ આ પ્રકારનું હિન કૃત્ય અમારી સાથે કર્યું છે.

આ મુદ્દે કોંગ્રેસનાં આગેવાન ભાવેશ બોરીચાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપનાં  ઉમેદવાર પહેલે થી જ હાર ભાડી ગયા હોવાથી ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે.

 

LEAVE A REPLY