કોંગ્રેસનાં નવા અધ્યક્ષ પદે રાહુલ ગાંધી બિરાજમાન થતા તેમની માતા સોનિયા ગાંધીએ રાજકારણ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.

સોનિયા ગાંધીને રાહુલનાં અધ્યક્ષ બન્યા બાદ રાજકારણમાં તેમની ભૂમિકા શું રહેશે તે અંગે પત્રકારોએ પ્રશ્ન પુછ્યો હતો, ત્યારે તેમણે નિવૃત્તિની વાત કરી હતી. જોકે કોંગ્રેસનું કહેવું છે કે સોનિયા ગાંધી માત્ર પાર્ટીનાં અધ્યક્ષ પદ પરથી નિવૃત થઇ રહ્યા છે,રાજકરણ માંથી નહિં.

ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી 1998માં  કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યા હતા. તેઓ 19 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહ્યા છે.અને હવે તેમનાં પુત્ર રાહુલ ગાંધી શનિવારનાં રોજ કોંગ્રેસનાં  અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળી શકે છે.

 

 

LEAVE A REPLY