ગુજરાતનું એક માત્ર અને અંકલેશ્વર સિદ્ધ ટેકરી રામકુંડ ખાતે આવેલ ભગવાન ગણેશજીની 32 મુદ્રા પૈકી એક જમણી સૂંઢ વાળા ક્ષિપ્રા ગણેશજી (ગૌતમ ગણેશજી) મંદિર ખાતે આગામી પોષ સુદ છઠને 24મી ડિસેમ્બરના રોજ પાંચમો પાટોત્સવ યોજવામાં આવશે. જેમાં સવાર થી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનાં આયોજનમાં સવારે ગણેશ યાગત્યારબાદ મહાઆરતી અને ભંડારો તેમજ રાત્રીના સમયે ગુજરાતનાં  જાણીતા લોકડાયરાનાં કલાકાર સુનિલ સોની અને નીરવ બારોટ ભજનોની રમઝટ બોલાવશે. 

પ્રસંગે ભરૂચ જિલ્લાનાં  પાંચેય વિધાનસભા બેઠકના વિજેતા ધારાસભ્યોનું વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે ક્ષિપ્રા ગણેશજી રાજ્યનું પ્રથમ મંદિર અને રાજ્યમાં 32 લક્ષ્ણા ક્ષિપ્રા ગણેશજીની જમણી સૂંઢ વાળા મંદિરો પૈકી એક છે. તો દેશુનું આ નવમું મંદિર છે. ક્ષિપ્રા ગણેશજીને શીઘ્ર ફળ આપનારા ગણેશજી છે. જેને લઇ મંગળવાર તેમજ  ખાસ કરી સંકટચોથનાં પવન અવસરે ભક્તો દર્શનાર્થે ઉમટે છે. 

જુના સિદ્ધિવિનાયક મંદિરનાં ઝીંણોધ્ધાર બાદ બનેલા ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે યોજાનાર પાંચમો પાટોત્સવમાં અંકલેશ્વર અને જિલ્લાની જનતાને  લાભ લેવા જાહેર આમંત્રણ મંદિરનાં ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા પાઠવામાં આવ્યું છે. 

આ ઉપરાંત આગામી મહાશિવરાત્રી નિમિતે ચાર પ્રહર પૂજા રુદ્રાઅભિષેકમહા આરતીગણેશ જન્મજયંતિ મહાઆરતીતેમજ નર્મદા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ યોજાશે. તેમજ પ્રતિ અંગારકી ચોથના દિવસે વિશેષ પૂજન અર્ચનનું આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

 

LEAVE A REPLY