દેશની સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં આજથી એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. શનિવારે રાહુલ ગાંધી પાર્ટીની કમાન સંભાળશે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની તાજપોશીનો જશ્ન મનાવવા માટે અનેક રાજ્યોમાંથી કાર્યકર્તાઓ દિલ્હી પહોંચી ગયા છે.આ પ્રસંગે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે.

દિલ્હીનાં  24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં તેમની તાજપોશીને લઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. જશ્ન માટે ચાંદની ચોક માંથી લાડુ અને જલેબી સહિત અનેક મીઠાઇઓ બનાવવામાં આવી રહી છે. કાર્યકર્તાઓ દ્વારા શનિવારે સવારે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં  તમામ સાંસદ, ધારાસભ્યો, સીએલપી નેતા, પીસીસીઅધ્યક્ષ, એઆઈસીસીનાં  તમામ પદાધિકારી પાર્ટીની ઐતિહાસિક ક્ષણમાં સામેલ થશે.ગાંધી પરિવાર માંથી કોંગ્રેસના અધ્યક્ષ બનનારા રાહુલ ગાંધી પાંચમાં વ્યક્તિ હશે.

 

LEAVE A REPLY