કોલસા કૌભાંડમાં ઝારખંડનાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા સહિત 4ને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 3 – 3 વર્ષની સજા ફટકારી છે. અને રૂપિયા 25 લાખનાં દંડની સજાનો હુકમ પણ કર્યો હતો.

કોર્ટે કોલસા કૌભાંડ મામલે આ સજા સંભળાવી છે. જોકે કોર્ટે મધુ કોડા અને અન્ય ત્રણ આરોપીઓને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે બે મહિનાનાં સ્ટેચ્યુટરી વચગાળાનાં જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે મધુ કોડા, પૂર્વ કોલસા સેક્રેટરી એચ.સી.ગુપ્તા, ઝારખંડનાં  પૂર્વ ચીફ સેક્રેટરી અશોક બસુ , કોડાનાં નજીકનાં વિજય જોશી અને એક કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ (વીઆઇએસયુએએલ) દોષી ઠેરવવામાં આવ્યા હતા. કેસ ઝારખંડ સ્થિત રાજહરા નોર્થ કોલસા બ્લોકને કોલકત્તાની કંપની VISUALને ફાળવવામાં કરેલી ગેરરીતિ અંગેનો છે.

 

 

LEAVE A REPLY