ભરૂચની ઝાડેશ્વર ચોકડી ને.હા.નં 8 પર આયશર ટેમ્પા ચાલકે SRP જવાનની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં SRP જવાનનું કરુણ મોત નિપજ્યું હતુ, જ્યારે અન્ય એક જવાન ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

લુણાવાળા કેમ્પ માંથી રજા લઈને સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે બાઈક પર SRPનાં બે જવાનો જતા હતા, તે અરસામાં ભરૂચ ને.હા.નં 8 ઝાડેશ્વર ચોકડી પાસે એક આયશર ટેમ્પાનાં ચાલકે તેઓની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં એક SRP જવાનનું ગંભીર ઇજાનાં કારણે કરુણ મોત નિપજ્યુ હતુ, જ્યારે એક જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

 

 

 

 

 

LEAVE A REPLY