ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રિઝલ્ટ સોમવારે જાહેર થશે. પરંતુ તે પહેલા રવિવારે વડગામ, વિરમગામ, દસ્કોઈ અને સાવલીનાં 6 બુથ પર પુનઃ મતદાન યોજાશે.

આ ઉપરાંત વિસનગર, બેચરાજી, મોડાસા, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સંખેડામાં વીવીપેટ સ્લિપ સાથે મત ગણતરી થશે તેમ ચૂંટણીપંચે જણાવ્યુ છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ અને બીજા તબક્કાનું મળી સરેરાશ 68 ટકા વોટિંગ થયું હતુ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની 182 સીટ છે અને સરકાર બનાવવા કોઈપણ પક્ષને 92 સીટની જરૂર છે. વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115, કોંગ્રેસને 61 તથા અન્યને 6 સીટ મળી હતી.

LEAVE A REPLY