રાજકોટ મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ મળ્યુ હતુ. જો કે સૌ કોઈ જાણતુ હતુ કે હાલ આચારસંહિતાને લીધે જનરલ બોર્ડ માત્ર એક ઔપચારિકતા થી વિશેષ કંઈ જ નથી.

કોંગ્રેસે પહેલે થી જ જનરલ બોર્ડનો બહિષ્કાર કર્યો હતો.આ મુદ્દે વિપક્ષી નેતા વશરામ સાગઠીયા એ જણાવ્યુ હતુ કે ગત જનરલ બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરે કોંગ્રેસનાં કોર્પોરેટરો માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ આજ દિવસ સુધી માફી ન માંગી હોવાથી તેઓએ જનરલ બોર્ડનો બહિષ્કાર કર્યો છે.

બીજી તરફ જનરલ બોર્ડ પૂર્ણ થતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ મેયર ચેમ્બરમાં ઘસી જઈ મેયરનાં ટેબલ પર પૈસાનો વરસાદ કર્યો હતો. કારણ કે તાજેતરમાં  મેયર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યુ હતુ કે કોંગ્રેસનાં મિત્રો તારીખ 16મીનાં રોજ યોજાનાર જનરલ બોર્ડમાં એટલા માટે હાજર નથી રહેવાના કારણ કે તેઓને કોઈ પણ જાતનુ એલાઉન્સ નથી મળવાનુ. ત્યારે કોંગ્રેસનાં  નેતાઓ એલાઉન્સના ભુખ્યા નથી તે સાબિત કરવા કોંગ્રેસનાં નેતાઓ એ મેયરને સભ્ય દિઠ 250 રૂપિયા આપ્યા હતા.

 

LEAVE A REPLY