ગુજરાત વિધાનસભાની બન્ને તબક્કાની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી 18મી ડિસેમ્બરનાં રોજ, સોમવારે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૃ થશે. જેના માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં વિવિધ 37 સ્થળોએ મત ગણતરી કેન્દ્રો શરૃ કરાશે.

મત ગણતરી શરૃ થયા બાદ સવારે 10 વાગ્યાથી જ ‘ટ્રેન્ડ’ જાણવા મળી જશે. તેમજ બપોેરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતની ગાદી પર કયા પક્ષનો કબજો થશે તેનું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ થઈ જશે. હાલમાં તમામ EVM, VVPAT અને કંટ્રોલ યુનિટોને ભારે સુરક્ષા બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગ રૃમમાં રખાયા છે.

ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને આ અંગે કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાર વિભાગવાર એક કેન્દ્ર બનાવાય છે. જેમાં મહત્તમ 14 ટેબલ હોય છે. આ મત ગણતરી કેન્દ્રી પોલ્ડ EVM સ્ટ્રોંગ રૃમની બાજુમાં જ રાખવામાં આવે છે.

LEAVE A REPLY