અંકલેશ્વર જીઆઇડીસી ખાતે રાષ્ટ્રીય કવિ સંમેલન યોજાયુ

192

અંકલેશ્વર જીઆઇડીસીમાં AIA હોલ ખાતે માઁ વિન્ધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કવિ સંમેલનમાં દેશનાં ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહીને રાજકીય પરિસ્થિતિ પર વ્યંગ કર્યા હતા.

આ કવિ સંમેલનમાં કલેક્ટર સંદીપ સાંગલે તથા દેશનાં ખ્યાતનામ કવિ સુરેન્દ્ર શર્મા અને દિનેશ બાવરા હસ્તે દિપપ્રાગટય દ્વારા કવિ સંમેલનનો પ્રારંભ કરાયો હતો. કવિ સુરેન્દ્ર શર્મા, દિનેશ બાવરા, પદ્મિની શર્મા, અશોક ચરણ, શ્રીમતી ઉર્મિલા – ઉર્મી, સુનિલ વ્યાસએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ચેનલ નર્મદાનાં ડિરેક્ટર હરેશ જોષી માઁ વિન્ધ્યવાસિની  ચેરીટેબલ ટ્રસ્ટનાં અનિલ શુક્લા સહિતનાં આગેવાનો અને કવિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY