ગુજરાતમાં સૌથી વધુ ઠંડક કચ્છના નલિયા શહેર ખાતે નોંધયું હતું,નલિયાનું  તાપમાન 8.6 ડિગ્રી નોંધાતા તે  ગુજરાતનું હિલ સ્ટેશન બન્યું હતું. નલિયામાં શિત લહેર હોવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. 

આ સાથે કચ્છનું ભુજ શિત લહેરમાં બીજા નંબરે છે ત્યાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાવા પામ્યું હતુ. તથા ઉત્તર ગુજરાતના ડીસામાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.8 ડિગ્રી ઠંડીનું તાપમાન નોંધાયું હતું. 

વડોદરામાં 16.1 ડિગ્રી, જ્યારે સુરતમાં 17.2 ડિગ્રી ઠંડીનો પારો ગગડ્યો હતો. આ સાથે વલસાડમાં 13.1 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં 15.4 ડિગ્રી નોંધાયું અને કાઠીયાવાડના સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી, ભૂજમાં 11.4 ડિગ્રી તથા કંડલામાં 13.9 ડિગ્રી, અમદાવાદમાં 14.6 ડિગ્રી નોંધાયું હતુ.

 

LEAVE A REPLY