શિયાળાની શરૂઆત થતાંજ શાકભાજીનાં  ભાવો ઘટાડો થતા ખેડૂતો,અને  મોટા વ્યાપારી વર્ગને આર્થિક ફટકો પડી રહ્યો છે.  સામાન્ય નાગરીક માટે ભાવો સસ્તા થતા તેમના માટે રાહતના સમાચાર છે. પણ ગરીબોની કસ્તુરી એવા ડુંગરીનો ભાવ હજી પણ આસમાને જોવા મળી રહ્યો છે. 

શિયાળાની શરૂઆત થતા શાકભાજીનાં  ભાવો તળિયે બેસતા વ્યાપારી તેમજ ખેડૂત વર્ગ પોષણક્ષમ ભાવ નહિ મળતા તેમનામાં નિરાશા જોવામાં મળી રહી છે. 

ભાવમાં છેલ્લા 15 દિવસમાં ધરખમ ધટાડો થતા છૂટક બજારમાં એક તબક્કે 100 રૂપિયે કિલો વેચાતી તુવેરસીંગ આજે 30 થી 40 રૂપિયે કિલો વેચાય રહી છે.  ભાવ પણ નહિ આપી શકતા વ્યાપારી અને ખેડૂત બંને ને આર્થિક ફટકો પડી રહ્યો છે. તો બીજી તરફ ભાવ 60 થી 70 ટકા ધટી ધરખમ ધટાડો જોવા મળ્યો છે. આ વચ્ચે હજી પણ ગરીબોની કસ્તુરી ડૂંગરીનો ભાવ આસામને છે. છેલ્લા 1 મહિના થી 800 થી 900 ભાવે સ્થિર થઇ જતા મહિના પૂર્વે 20 થી 30 રૂપિયા કિલો વેચાતી ડુંગરી આજે 40 થી 50 રૂપિયે કિલો વેચાય રહી છે.  

# શાકભાજીનાં ભાવોની યાદી :- 

શાકભાજી   15 દિવસ પહેલાનો ભાવ   હાલ નો ભાવ  (પ્રતિ 20 કિલો) 

રીંગણ           500 થી 600              200 થી 250

ankleshwar

    કોબીજ           400 થી 420              200 થી 250

   પાપડી           800થી 1000              200થી 300

   ભીંડા             500 થી 600               400થી 450

   ટામેટા            600 થી 800              100 થી 200

  મરચા            500 થી 600               350 થી 400

  ફ્લાવર           300 થી 350              150 થી 200

  તુવેરસીંગ         800 થી 900              300 થી 400

  ધાણા                900 થી 1000               220 થી 200 

  કાંદા                  700 થી 800                 700 થી 800 

LEAVE A REPLY