ભરૂચનાં ધોરીકુઈ વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

1829

ભરૂચનાં ધોરીકુઈ વિસ્તારમાં આવેલ ગુરુ મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી, અને દુકાનની છતનાં પતરા તોડીને ચોરે ચોરીને અંજામ આપ્યો હતો, જોકે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

ભરૂચ ધોળીકૂઈ વિસ્તારમાં ગુરુ મોબાઈલ શોપ ધરાવતા ઉમેશ ધોરાવાલાની શોપમાં રાત્રી દરમિયાન તસ્કરોએ દુકાનની છતનાં પતરા તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.અને 5 મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરીઝ, અને રોકડ રૂપિયા મળીને અંદાજીત રૂપિયા 25 થી 30 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

ચોરીની ઘટના દુકાનનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેમાં તસ્કર હાથ ચાલાકી થી ચોરીને અંજામ આપતો હોવાનું નજરે પડે છે.

ભરૂચ પોલીસ દ્વારા ચોરીની ઘટના અંગે સીસીટીવી કેમેરાનાં ફૂટેજનાં આધારે તપાસ શરુ કરી છે.

LEAVE A REPLY