ભરૂચ દાંડિયા બજાર તરફ નદી કિનારે કસક વિસ્તારનાં યુવાનોએ કિચડ માંથી દશામા અને ગણપતિની પીઓપીની વિસર્જિત ન થયેલ પ્રતિઓનું સન્માન પૂર્વક પુનઃ વિસર્જન કર્યુ હતુ.ભરૂચ કસક વિસ્તારનાં સ્થાનિક યુવાનોએ એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ગણેશજીની અને દશામાની પ્રતિમાઓનું વિસર્જન જેતે સમયે યોગ્ય રીતે ન થતા અને નદીમાં પાણી ઘટી જવાનાં કારણે પીઓપીની પ્રતિમાઓ નદી કિનારાનાં કાદવમાં ફસાય ગઈ હતી.

જે મૂર્તિઓ કસક વિસ્તારનાં યુવાનોનાં ધ્યાને આવતા તેઓએ કિચડ માંથી મૂર્તિઓ કાઢીને તેનું ફરી થી વિસર્જન સ્વ ખર્ચે કર્યુ હતુ. આ ભગીરથ કાર્યમાં વિજેસ નટવર સોલંકી, પારસ મકવાણા, સંદીપ મિસ્ત્રી. પ્રયાગ મિસ્ત્રી તેમજ સ્થાનિક રહેવાશીઓ અને મા નર્મદા યુવક મંડળનાં સભ્યો જોડાયા હતા.

LEAVE A REPLY