ભરૂચ સ્ટ્રોંગ રૂમમાં EVM મશીન શંકાસ્પદ પરિસ્થિતિમાં હોવાનાં આક્ષેપો કરતા કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલ

4939

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી તારીખ 18મી ડિસેમ્બર સોમવારનાં રોજ કે.જે. પોલિટેક્નિક ખાતે યોજાનાર છે, ત્યારે સ્ટ્રોંગ રૂમમાં બંધ EVM મશીનો શંકાસ્પદ પરિસ્થિતમાં હોવાનાં આક્ષેપો કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે કર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી, ત્યારે EVM મશીનોમાં ગડબડી હોવાના આક્ષેપો થયા હતા, જોકે ચૂંટણી બાદ સ્ટ્રોંગ રૂમમાં સીલ EVM મશીનો હજી પણ શંકાનું કેન્દ્ર બન્યા છે.

ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર સંજય સોલંકીએ સ્ટ્રોંગ રુમમાં શંકાસ્પદ હિલચાલ પર સવાલો ઉઠાવ્યા હતા, અને ન્યાયિક તપાસની માંગ કરી હતી.

જ્યારે ભરૂચ વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર જયેશ પટેલે પણ જે સ્ટ્રોંગ રૂમમાં EVM મશીનો મુકવામાં આવ્યા છે, તેનાં પર તેઓએ શંકા વ્યક્ત કરી છે, અને ચૂંટણી પુરી થયા બાદ પણ EVM મશીન સમયસર સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યા નહોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા હતા.

LEAVE A REPLY