રાજકોટમાં મતગણતરી દરમિયાન 1500 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે

479

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનાં મતદાનનાં બંને તબક્કાઓ પુર્ણ થઈ ચુકયા છે. અને તારીખ 18મી ડિસેમ્બર સોમવારે મતગણતરી કરવામાં આવશે.

રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠકો માટે કણકોટની સરકારી અેન્જીનિયરીંગ કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. જે માટે અત્યાર થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં BSFનાં 200 જવાનો, એસ.આર.પીની એક ટુકડી, 850 રાજકોટ પોલીસનાં જવાનો, 200 રીક્રુટ થયેલ જવાનો, 16 પોલીસ ઇન્સ્પેકટર, 34 સબ પોલીસ ઇન્સ્પેકટર, 2 એસીપી, 1 ડિસીપી તેમજ એક એડિ.સી.પી કક્ષાનાં અધિકારીઓ તૈનાત રહેશે.

 

# કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં  યોજાશે મતગણતરી :-

 

બેઠક EVM ટેબલ રાઉન્ડ
રાજકોટ ઈસ્ટ 244 14 18
રાજકોટ વેસ્ટ 300 14 22
રાજકોટ સાઉથ 220 14 16
રાજકોટ રૃરલ 346 14 25
જસદણ 256 14 19
ગોંડલ 235 14 17
જેતપુર 292 14 21
ધોરાજી 265 14 19
કુલ 2158 112 157

 

LEAVE A REPLY