રેલવે મંત્રાલયે મહિલા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલુ ભરતા ટ્રેનોની અંદર સીસીટીવી લગાવવા અને વર્ષ 2018ને માનવ તસ્કરી વિરુદ્ધ લડાઇને સમર્પિત કરવાની યોજના પર વિચાર કરી રહી છે.

રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યુ હતુ કે, આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે અને મંત્રીમંડળની સામે રજૂ કરવામાં આવશે. ગોયલે કહ્યું કે, મહિલા સુરક્ષા મુદ્દે અમે બે ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છીએ. જેમાં ટ્રેનોની અંદર વાઇફાઇ કનેક્ટિવિટી અને તમામ રેલવે સ્ટેશનો તથા ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવાની યોજના સામેલ છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમે વર્ષ 2018ને મહિલાઓ અને બાળકો પર અત્યાચાર અને ખાસ કરીને માનવ તસ્કરી વિરુદ્ધ સામૂહિક રીતે લડાઇને સમર્પિત કરીશું. ગોયલે કહ્યું કે, સંપૂર્ણ નેટવર્કને સુરક્ષા ગાર્ડ, સ્થાનિક પોલીસ સ્ટેશન અને ઝોનલ તેમજ વિભાગોને ફીડ મોકલવામાં આવશે. રેલવેએ હાલમાં એવા 983 રેલવે સ્ટેશનોની ઓળખ કરી છે, જ્યાં નિર્ભયા ફંડનાં  ઉપયોગથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

 

LEAVE A REPLY