ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશ્ચર્ય જનક પરિણામ આવ્યા છે,ભાજપ ભલે વિજેતા બન્યુ  હોય પરંતુ 150નાં લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નહોતુ, જયારે આ ચૂંટણીમાં અનેક દિગ્ગ્જ નેતાઓએ કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો.

ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીમાં કોંગ્રેસનાં દિગ્ગ્જ નેતા સિધ્ધાર્થ પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, મોહનસિંહ રાઠવા, રામસિંહ પરમાર, એનસીપીનાં જ્યંત બોસ્કીએ પરાજયનો સામનો કરવો પડયો હતો.

જયારે ભાજપનાં દિલીપ સંઘવી, આત્મારામ પરમાર, શબ્દશરણ તડવી, મંત્રી શંકર ચૌધરી, રજની પટેલ, ચીમન સાપરીયા, મહેન્દ્ર મશરૂ, જયનારાયણ વ્યાસ, ભૂષણ ભટ્ટ, તેજશ્રીબેન, નારાયણ પટેલને પણ જનતાએ ઘરે બેસાડયા હતા.

LEAVE A REPLY