ભરૂચ જિલ્લાની ઝઘડીયા બેઠક પરથી ભારતીય ટ્રાઇબલ પાર્ટી માંથી ઉમેદવારી કરનાર અને વર્તમાન ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો ભવ્ય વિજય થયો હતો.

ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો  સતત સાતમી  વખત જંગી મતોની સરસાઈ થી વિજેતા બન્યા છે.

ભાજપ દ્વારા ઝઘડીયાની બેઠક પર જેડીયુ માંથી ભાજપમાં જોડાયેલા રવજી વસાવાને મેદાનમાં ઉતારીને લક્ષ્યને પાર કરવા માટેનાં તમામ પ્રયત્નો કર્યા હતા. અને વધુમાં છોટુભાઈ વસાવા સામે જેડીયુ માંથી પણ છોટુ વસાવા નામનાં ઉમેદવારે ઉમેદવારી કરી હતી, જોકે વિરોધીઓની એક પણ ચાલ કામયાબ થઈ નહોતી,અને દરેક પડકારોને માત આપીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં છોટુભાઈ વસાવાએ જંગી મતોથી પોતાનાં વિજય રથની રફતારને ટકાવી રાખી હતી.

છોટુભાઈ વસાવા 1985માં ચૂંટણી હાર્યા હતા, જોકે ત્યાર બાદ તેઓએ સતત વિજેતા બનતા આવ્યા છે,અને સાતમી ટર્મ માટે પણ છોટુભાઈ વસાવા 48600 મતોની જંગી સરસાઈ થી વિજય બન્યા છે.

 

LEAVE A REPLY