રાજકોટ વિધાનસભા બેઠક 69 પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસનાં દિગ્ગ્જ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ ખેલાયો હતો.

રાજકોટ પશ્ચિમ બેઠક પર સવારે શરુ થયેલી મતગણતરીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી,અને બંને વચ્ચે શરૂઆતની મતગણતરી દરમિયાન ઉતારચઢાવ જોવા મળ્યા હતા.

જોકે અંતમાં મતગણતરી પૂર્ણ થતા મુખ્યમંત્રી વિજય રૃપાણીનો 26074 મતોની સરસાઈ થી ભવ્ય વિજય થયો હતો.

 

LEAVE A REPLY