વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો માંથી 8 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે બે બેઠક પર કોંગ્રેસ જીત્યુ છે. વડોદરા શહેરની પાંચેય બેઠક ભાજપે જીતી લેતા વડોદરા શહેરમાં મોદી મેજીક ચાલી ગયો છે.

2012ની ચૂંટણીમાં ભાજપ 10 માંથી 9 બેઠકો જીત્યુ હતુ. આ વખતે વડોદરા શહેરની પાંચેય બેઠકો ભાજપે અકબંધ રાખી છે. વડોદરાની સયાજીગંજ, અકોટા, માંજલપુર, રાવપુરા અને વડોદરા શહેર બેઠક પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા છે. પરંતુ જિલ્લાની પાંચ બેઠકો પૈકી સાવલી, વાઘોડીયા અને ડભોઇ બેઠક ભાજપ જીત્યુ છે. જ્યારે પાદરા અને કરજણ બેઠક પર કોંગ્રેસ જીત્યુ છે.

– અકોટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીમાબેન મોહિલેની જીત
–  રાવપુરા બેઠક ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદીની જીત
– માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત
– વડોદરા શહેર બેઠક પર ભાજપના મનિષાબેન વકીલની જીત
– સયાજીગંજ બેઠક પર ભાજપના જીતેન્દ્ર સુખડીયાની જીત
– સાવલી બેઠક પર ભાજપના કેતન ઇનામદારની જીત
– ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાની જીત
– વાઘોડીયા બેઠક પર ભાજપના મધુ શ્રીવાસ્તવની જીત
– કરજણ બેઠક પર કોંગ્રેસના અક્ષય પટેલની જીત
– પાદરા બેઠક પર કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારની જીત

વડોદરા શહેરની પાંચ બેઠક અને જિલ્લાની પાંચ બેઠક માટે તા.14 ડિસેમ્બરે ચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરીનો પ્રારંભ પોલિટેક્નિક કોલેજ ખાતેથી કરવામાં આવ્યો હતો.

 

LEAVE A REPLY