Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો ભવ્ય વિજય

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો ભવ્ય વિજય
X

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર થી ભાજપનાં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે સતત ચોથી ટર્મમાં પોતાની જીતને યાથવત રાખી છે. કોંગ્રેસનાં ઉમેદવાર અનિલ ભગતને કારમાં પરાજયનો સામનો કરવો પડયો હતો.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલનો 48000 મતોથી ભવ્ય વિજય થયો છે.કોંગ્રેસ દ્વારા ભાજપને મજબૂત ટક્કર આપવા માટે ભરૂચ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ અનિલ ભગતને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા,જોકે આદિવાસી મતોનું ફેક્ટર પણ કોંગ્રેસ માટે બૂમરેંગ સાબિત થયુ હતુ.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.ભાજપનાં ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે 38198 મતોની સરસાઈ થી સતત ચોથી ટર્મમાં ભવ્ય વિજય હાંસલ કર્યો છે.

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પટેલ ઇશ્વરસિંહ ઠાકોરભાઇને 82645 મત મળ્યા હતા. તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસ પક્ષના પટેલ મગનભાઈને 51202 મત મળ્યા હતા. આમ, ભાજપના ઇશ્વરસિંહ પટેલ 31443 મતે વિજેતા થયા હતા.જ્યારે વર્ષ 2017માં ઈશ્વરસિંહ પટેલે 38000 થી વધુની મતોની સરસાઈ થી વિજ્યેતા બન્યા છે.

Next Story