જંબુસર વિધાનસભામાં ભાજપાના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીને 6000 થી વધુ મતોથી હરાવી કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીનો ભવ્ય વિજય થયો હતો.

આ પ્રસંગે જંબુસર અને આમોદ તાલુકાના મુખ્ય માર્ગો ઉપર વિજય રેલી નીકળતા ઠેર ઠેર ગામોમાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મંગણાદ ગામ ખાતે વૈજનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરી સંજય સોલંકીએ પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

 

LEAVE A REPLY