નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક જે ભાજપ હસ્તક હતી, તેના પર ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં મહેશ વસાવાએ વિજય મેળવીને પોતાનાં હસ્તક કરી લીધી હતી.

ભારતીય ટ્રાઈબલ પાર્ટીનાં ઉમેદવાર અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપનાં ઉમેદવાર અને માજી વનમંત્રી અને ગુજરાત ભાજપનાં આદિજાતિ મોરચાનાં પ્રમુખ મોતિલાલ વસાવાને 21,751 મતોની લીડથી હાર આપી છે.

આખરી પરિણામો જાહેર થાય તે પહેલા જ ડેડીયાપાડાનાં ભાજપાનાં ઉમેદવાર મોતિલાલ વસાવાએ હાર ભાળી જતા મતગણતરી સ્થળ છોડીને રવાના થઇ ગયા હતા. અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીનું કોંગ્રેસ સાથેનાં ગઠબંધનમાં પ્રથમવાર ચૂંટણીમાં  ઝુકાવ્યુ હતુ, અને સફળતા મળી છે.

LEAVE A REPLY