ભારત અને શ્રીલંકા વચ્ચે પૂર્ણ થયેલી વન-ડે સિરીઝ બાદ આઈસીસી દ્વારા રેન્કિંગ જાહેર કરાઈ હતી. જેમાં ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ ફાઇવમાં સ્થાન મેળવી લીધુ છે.

રોહિત શર્માએ શ્રીલંકા સામેની બીજી વન-ડેમાં અણનમ 208 રન બનાવ્યા હતા જેને કારણે બે સ્થાનનો ફાયદો થતાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. બીજી વન-ડે બાદ કુલ રોહિત શર્માના કુલ ૮૨૫ પોઇન્ટ થઈ ગયા હતા, પરંતુ ત્રીજી વન-ડેમાં માત્ર સાત રન બનાવતા હવે તેના 816 પોઇન્ટ થઈ ગયા છે.

જોકે રોહિત પ્રથમ વખત 800 થી વધુ પોઇન્ટ મેળવવામાં સફળ થયો છે. રોહિતના ઓપનિંગ જોડીદાર અને શ્રીલંકા સામેની સિરીઝમાં મેન ઓફ ધ મેચ સિરીઝ બનનાર શિખર ધવને એક સ્થાનના ફાયદા સાથે 14મું સ્થાન મેળવી લીધું છે.

 

LEAVE A REPLY