Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન ફરજીયાત, મહાપાલિકાનું જાહેરનામુ

રાજકોટમાં  ખુલ્લા પ્લોટનું  રજીસ્ટ્રેશન ફરજીયાત, મહાપાલિકાનું  જાહેરનામુ
X

રાજકોટ મહાનગર પાલિકાનાં 45 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વાર ખુલ્લા પ્લોટનું ડિટેઈલ ડેટાબેઝ તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. તાજેતરમાં જ રાજકોટ મ્યુ.કમિશનર બંચ્છાનિધી પાનીએ ખુલ્લા પ્લોટને લઈ એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.

જેમાં મહાપાલિકની હદમાં આવતા તમામ ખુલ્લા પ્લોટનું રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત બનાવાયુ છે. તેમજ જો રજીસ્ટ્રેશન નહિં કરવામાં આવે તો આગામી સમયમાં સંબંધિત પ્લોટ પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવા માટે વિકાસ પરવાનગી નહિં અપાય તેવુ જાહેર કરાયુ છે.

કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં રાજકોટ મ્યુ.કમિશનર બંચ્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે ખુલ્લા પ્લોટ અંગે પ્રસિધ્ધ કરાયેલ જાહેરનામાનાં 30 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.

આ માટે જે તે પ્લોટ ધારકે રાજકોટ મહાપાલિકામાં અરજી ફોર્મ ભરી આપવાથી તેનુ રજીસ્ટ્રેશન થઈ જશે. તેમજ ત્યારબાદ પ્લોટ ધારકને રજીસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવશે. અરજી ફોર્મમાં માલિક માલિકોનાં નામ ભાગીદારોના નામ હંગામી અને કાયમી સરનામા ટેલિફોન નંબર મોબાઈલ નંબર ઈમેઈલ એડ્રેસ સહિતની પ્લોટ માલિકોની વિગત દર્શાવાની રહેશે.

Next Story