Connect Gujarat
બ્લોગ

વી ડોન્ટ વોન્ટ ચાયના, વી વોન્ટ એન.સી.સાયના, ગુજરાતમેં મોદી કી આંધી આયેગી

વી ડોન્ટ વોન્ટ ચાયના, વી વોન્ટ એન.સી.સાયના, ગુજરાતમેં મોદી કી આંધી આયેગી
X

ત્રિદિવસીય ૪૩માં જાયન્ટસ્ ઈન્ટરનેશનલ કન્વેશનમાં હું મુંબઈમાં છું આજે બીજો દિવસ પૂર્ણ થયો. આજે ૧૬મી ડિસેમ્બર ૨૦૧૭ સવારે ૧૧ કલાકે કન્વેશનમાં બે હસ્તીઓને જોવાનો, સાંભળવાનો અવસર મળ્યો.

એક કહો ના પ્યાર હૈ, ક્રિસ, ફિલ્મનો મોસ્ટ હેન્ડસમ, એક્ષિલન્ટ ડાન્સર ઓફ હિન્દી જગત ઋત્વિક રોશન. બ્લેક શર્ટ, વ્હાઈટ શૂટમાં એની સ્ટેજ પર એન્ટ્રી અને યોગી સત્સંગ હોલ કરતલધ્વનિથી ગૂંજી ઉઠ્યો. મંચ પર સૌનું અભિવાદન ઝીલ્યા બાદ સ્ટેજના અગ્રભાગે આવી ઓડિયન્સનું એ રીતે હાથ હલાવી અભિવાદન ઝીલ્યું કે બાલ્કનીમાં બેઠેલા અમે જાયન્ટસ્ ગૃપ ઓફ ભરૂચના તેરે તેર જણાને એમ લાગે કે એ મને જુએ છે, આંખમાં આંખ મીલાવે છે અને કેમ છો ? મઝામાં ને એમ પૂછી રહ્યો છે. વર્સેટાઈલ એક્ટર. નમ્રતાની ખાણ. પાંચ મિનિટની સ્પીચમાં ઋત્વિક રોશને કહ્યું જીંદગીમાં બે શબ્દો સૌથી મહત્વના છે. કોન્ટ્રીબ્યુશન અને સર્વિસ (સેવા) આ બન્ને શબ્દોને જાયન્ટસ્ ના સાડા છ હજાર સભ્યો ૬૦૦ ગૃપ્સ સાર્થક કરે છે. મારે બે બાળકો છે. ક્યારેક ફિલોસોફિકલ થીન્કીંગ પર ચઢી જાઉ ત્યારે વિચારું આવતા ૨૦ વર્ષ પછી આ બાળકો કેવી કેરિયર બનાવશે, એ માટે બાપ તરીકે આજે મારે શું કરવું જોઈએ. નાના ચુડાસમાએ દેશની પ્રથમ સ્વૈચ્છિક સંસ્થા જાયન્ટસ્ ઈન્ટરનેશનલની સ્થાપના કરી, મહિલાઓ પુરુષ સમકક્ષ સભ્યપદ મેળવી શકે અને છેવાડાની વ્યક્તિની જરૂરિયાત શી છે તે જાણી પૂરી કરવાના જાયન્ટસ્ પ્રોગ્રામ્સ જાણ્યા. કુદરતી આપત્તિઓમાં જાયન્ટસ્ હેસ ડન ગ્રેટ વર્ક. અ સેલ્યુટ જાયન્ટસ્ ફેમિલી.

બીજી વ્યક્તિ આર.સી.પી પક્ષના રાજ્યસભાના સાંસદ શ્રી રામદાસ આઠવલે. એમને જોઈને આદિવાસીઓના મસીહા શ્રી છોટુભાઈ વસાવા યાદ આવે. શરીર બન્નેનું એક સરખું પણ શ્રી આઠવલેજીમાં મુંબઈનો સ્પાર્ક. પોડિયમ પર ચાલ્યા. વક્તવ્ય શરૂ કર્યું.

' વી ડોન્ટ વોન્ટ ચાયના '

' વી વોન્ટ એન.સી.સાયના '

' લંડનમેં ડાયના : મુંબઈમેં સાયના '

પછી કહે સાયના રાજ્યસભામેં જાને વાલીથી લેકિન ઉનકા પત્તા કટ ગયા ઓર મેરા નામ સીલેક્ટ હો ગયા. અબ ઉસકો પાર્લામેન્ટમેં મૈં લે જાઉંગા ક્યોકિ મેં મિનિસ્ટર બન શકું.

ઋત્વિક રોશનને આઠવલેજી કહે મૈંને આપકે પિતાજી કે ફિલ્મ દેખે થે, આપકે ભી દેખે હૈ. આપ એક્ટર હૈ તો એક્ટિંગ કરતે હો, હમ પાર્લામેન્ટમેં એક્ટ કરતે હૈ. આપકી કૌનસી ફિલ્મ આ રહી હૈ, ઋત્વિકે કહ્યું, હમારી ફિલ્મ ૧૮ ડિસેમ્બર કો રીલિઝ હોને વાલી હે "ગુજરાત મેં મોદી કી આંધી" મુઝે ભી ફિલ્મોમેં એક્ટર બનના થા લેકિન ઉપરવાલેને પ્રજાસેવક બના દિયા. કેટલીક વ્યક્તિ મગજમાં ઘૂસીને કબ્જો લઈ લે છે એવી મારી દશા અત્યારે છે. એમાંથી બહાર આવવા બ્લોગ લખ્યો, જય હો એન્ટીક્વિટી.

Next Story