Connect Gujarat
દેશ

દિલ્હીમાં 5300 બાળકોએ ફેફસાની 'માનવાકૃતિ' બનાવી ગીનીઝ  રેકોર્ડ સ્થાપ્યો

દિલ્હીમાં 5300 બાળકોએ ફેફસાની માનવાકૃતિ બનાવી ગીનીઝ  રેકોર્ડ સ્થાપ્યો
X

દિલ્હીનાં આશરે 5300 બાળકોએ થ્યાગરાજ સ્ટેડિયમમાં માનવીય શરીરના ફેફસાની મોટી આકૃત્તિ બનાવી ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતુ. એક સ્વૈચ્છીક સંગઠન લંગ કેર ફાઉન્ડેશન અને પેટ્રોનેટ એલએનજી દ્વારા આયોજીત આ કાર્યક્રમની રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી હતી.

માનવીય શરીરનો સોથી મોટો અવયવ બનાવવા બદલ લંગ ફાઉન્ડેશન અને પેટ્રોનેટ એલએનજીને ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતુ.એમ સંગઠનની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતુ. દિલ્હી અને એનસીઆરની શાળાના આશરે 5300 બાળકોએ ભેગા મળીને આ રેકોર્ડ સ્થાપ્યો હતો.

Next Story