Connect Gujarat
ગુજરાત

જાણો કઈ રીતે ઉજવે છે રાજકોટના લોકો ક્રિસમસનો તહેવાર

જાણો કઈ રીતે ઉજવે છે રાજકોટના લોકો ક્રિસમસનો તહેવાર
X

રાજકોટ સહિત સમગ્ર વિશ્વમા નાતાલનો તહેવાર ધામધુમ પુર્વક ઉજવવામા આવી રહ્યો છે. ત્યારે ગત મોડી રાત્રે 2 વાગ્યા સુધી રાજકોટના તમામ ચર્ચ સહિત લવ ટેમ્પલમા લોકોની ભીડ જામી હતી. ગત રાત્રે 12 વાગ્યે ચર્ચમા પ્રાથના સભાનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામા ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા.

તો આ તકે ન માત્ર ખ્રિસ્તી પરંતુ અન્ય સમુદાયના લોકો પણ જોડાયા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ ચર્ચમા ફરી પાછી લોકોની ભીડ જોવા મળી હતી. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા ચર્ચમા પ્રાથના કરવા આવેલા લોકોએ જણાવ્યુ હતુ કે નાતાલનો તહેવાર તે લોકો સમાજના એવા તરછોડાયેલા બાળકો સાથે ઉજવે છે કે જેમનું કોઈ ન હોઈ. તેમજ એવા બાળકો સાથે ઉજવે છે કે જેઓ ખુબજ ગરીબ હોઈ છે. આમ ખરા અર્થમા રાજકોટ વાસીઓ એવા લોકોને ખુશી આપી રહ્યા છે કે જેઓને ખરા અર્થમા પ્રેંમ અને ખુશીની તાતી જરૂરીયાત હોઈ છે

Next Story