Connect Gujarat
દુનિયા

2018 FIFA વિશ્વ કપ માટે મોસ્કોએ શરુ કરી તૈયારી

2018 FIFA  વિશ્વ કપ માટે મોસ્કોએ શરુ કરી તૈયારી
X

2018 ફૂટબોલ વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન રશિયાના કેપિટલ મોસ્કો સહિત દેશના 11 જેટલા શહેરોમાં મેચો રમાડવામાં આવશે.

નેશનલ નીતિઓ અને આંતરપ્રાંતીય સંચાર માટેના મોસ્કો ખાતેના વહીવટ વિભાગના નાયબ વડા કોન્સ્ટેન્ટિન ગોરયિંનોવે સોમવારે જણાવ્યુ હતુ કે મોસ્કો 2018ના ફૂટબોલ વિશ્વ કપ દરમિયાન એક મહિનાની અંદર મિલિયન પ્રવાસીઓ સુધી સમાવવા માટે તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયામાં અત્યારે વૈશ્વિક ફુટબોલ ચેમ્પિયનશિપ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વર્લ્ડ કપની મેચો માટે દેશના 11 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ, સોચી, કાઝન, સરાન્સ્ક, કેલિનિનગ્રેડ, વોલ્ગોગ્રેડ, રોસ્ટવ ઓન ડોન, નિઝની નોવ્ગોરોડ, યેકાટેરિનબર્ગ અને સમારાનો સમાવેશ થાય છે.

14 જૂન થી માંડીને 15 જુલાઈ સુધી 2018 ના વર્લ્ડ કપની મેચો રશિયાના ઉપરોક્ત જણાવેલ 11 શહેરોમાં આવેલ 12 સ્ટેડિયમ પર રમાડવામાં આવશે. જેમાં બે સ્ટેડિયમ રશિયાના કેપિટલ મોસ્કોમાં આવેલ છે.

Next Story