Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં વનવિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવા શરુ કરાઈ

અંકલેશ્વરમાં વનવિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવા શરુ કરાઈ
X

અંકલેશ્વરમાં વનવિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવા શરુ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાનનું આયોજન કરાયુ છે. અંદાડા ગામ અનુપકુંવરબા હાઈસ્કૂલ ખાતે બાળકો માટે જાગૃતિ અભિયાન અંતર્ગત પરિસંવાદ યોજાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણ પર્વમાં ધારદાર દોરી થી ઘાયલ થતા પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે ખાસ કરુણા અભિયાનનું આયોજન કર્યુ છે, જે અંતર્ગત અંકલેશ્વર વનવિભાગની કચેરી ખાતે ખાસ પશુ પક્ષીનાં સારવાર માટેક્લિનિક શરુ કરવામાં આવ્યું છે અને વિશેષ હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.અંકલેશ્વર વનવિભાગ, પશુચિકિત્સાલય, રોટરી ક્લબ તેમજ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ સંસ્થા દ્વારા ઉતરાયણનાં દિવસે વિવિધ વિસ્તારમાં સતત મોનિટરીંગ તેમજ ઘાયલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળે તે માટે તૈનાત રહેશે.

વનવિભાગનાં જે.પી.ગાંધી, પશુચિકિત્સલયના ડો. લક્ષ્મણ નાયકા, રોટરી ક્લબનાં મોહન જોષી, ફ્રેન્ડ્સ ઓફ એનિમલનાં સુનિલ પરમાર સહિતનાં જીવદયા પ્રેમીઓ એ અપીલ કરી છે કે પતંગબાજી દરમિયાન ક્યાંક કોઈ પક્ષી ઘાયલ થાય તો તરત હેલ્પલાઇન નંબર 95375 27743 અથવા 9428105708 ઉપર સંપર્ક કરી શકાશે તો તુરંત ઘાયલ પક્ષીની સારવાર કરાશે. આ ઉપરાંત શાલીમાર નર્સરી ખાતે ખાસ ક્લિનિક ઉભું કરાયુ છે. અંદાડા ગામની જ્ઞાનદીપ અનુપકુંવરબા હાઈસ્કૂલ ખાતે બાળકોમાં જાગૃતિ અભિયાન અર્થે પરિસંવાદ પણ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ એ પક્ષી બચાવો અંગે શપથ પણ લીધા હતા.

Next Story