Connect Gujarat
ગુજરાત

ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણીમાં આકાશી યુધ્ધનાં લાગ્યા પેચ

ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણીમાં આકાશી યુધ્ધનાં લાગ્યા પેચ
X

ઉત્તરાયણ પર્વની ઉજવણી વહેલી સવાર થી જ શરુ થઇ હતી, અને નાના ભૂલકાઓ થી માંડીને સૌ કોઈ ઘરનાં ટેરેસ પર કે છાપરા પર નજરે પડયા હતા.

નવા વર્ષનાં પ્રથમ મહિને પ્રથમ તહેવાર ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે, આકાશી યુધ્ધ માટે 14મી જાન્યુઆરીનાં એક મહિના અગાઉ થી જ ઉત્સવપ્રિય લોકો દોરી અને પતંગની ખરીદીમાં લાગી જાય છે.પતંગ રસિયાઓ સવાર થી જ પતંગ દોરી સાથેની એસેસરીઝ કેપ એન્ડ હેટ, ગોગલ્સ, માસ્ક, આંગળીની સુરક્ષા માટે મેડિકેટેટ પટ્ટી, પતંગ ચોંટાડવાનો ગમ સહિતની સામગ્રી લઈને આકાશી યુધ્ધનાં મેદાનમાં ઉતર્યા હતા.

પતંગ ઉડાડવાનો જોમ અને જુસ્સો બરકરાર રાખવા માટે ઉંધીયુ, જલેબી, ચિક્કી, મમરાના લાડુ, સહિતની ચટાકેદાર વાનગીઓની મિજબાની પણ સ્વાદનાં શોખીનો એ માણી હતી. અને એ લપેટ, કાય પો છે જેવી બુમોથી વાતારવરણ પણ ગુંજ તું રહ્યું હતુ.

Next Story